અનુભવવાળો અને પૈસાવાળો ભેગા મળીને ભાગીદારી ધંધો કરે ને જયારે બેય છૂટા પડે ત્યારે, અનુભવવાળો પૈસા લઇ જાય છે ને પૈસાવાળાના ભાગમાં અનુભવ આવે છે..

Advertisements

ગાંધીનગરે હજુ એક મોકળાશ રાખી છે – કોઈ ગામડાની જેમ અહી કોયલ કોઈપણ સમયે ટહુકી શકે ! કોટ બહારના વૃક્ષો પરથી એની કૂઉક, પાછળના ખુલ્લા ખેતરમાંથી મોરનું ટેહુક (ઇકો સેટ કર્યો હોય એવું સંભળાય છે :-P) મારા રૂમની બહાર આંબા પર માય ડીયર કીકુનું ‘કાક કાક’ તો ખરું જ ! (પક્ષીઓને આ નિરાંત – આપણે તો આંખ ઉઘાડીને તરત ગાવા મંડીએ તો બધા કાન દઈને સાંભળવાને બદલે આંખો દઈને સાંભળે – કે – છોરો ગાંડો થઇ ગ્યો ;